- Gujarati News
- Local
- The Deceased’s Wife Asked Patil Some Probing Questions.
12 કલાક પેહલા
કૉપી લિંક

આતંકી હુમલાના મૃતકોના આજે અંતિમસંસ્કાર કરાયા
જમ્મુ કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવકના આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા..મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
સી.આર.પાટીલ નીચું મોં રાખી સાંભળતા રહ્યા
સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી.આર.પાટીલ સમક્ષ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા..
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
સીએમ ભૂપેન્દ્ર પટેલને વર્ણવી આખી ઘટના
ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ યાત્રામાં હાજર સીએમ ભૂપેન્દ્ર પટેલને પહેલગામ હુમલાને નજરે જોનાર યુવકે આખી ઘટના વર્ણવી..
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
પહેલગામની ઘટનાનો વિરોધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાનો એબીવીપીએ વિરોધ કર્યો. યુનિવર્સિટી બહાર પાકિસ્તાન અને આતંકવાદનું પૂતળું બાળી વિરોધ કર્યો. આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
સ્પા-સંચાલકો પાસે હપતા ઊઘરાવી કોન્સ્ટેબલ કરોડપતિ બન્યો
અમદાવાદમાં એક હેડ કોન્સ્ટેબલ કરોડપતિ બન્યો. એ પણ સ્પા-સંચાલકો પાસે હપતા ઊઘરાવીને. વિજય શ્રીમાળીએ પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં જમીન અને લાખોની ફિક્સ ડિપોઝિટ સહિતની 1.3 કરોડની બેનામી સંપત્તિ વસાવી દેતાં એસીબીની તપાસમાં સામે આવ્યું.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી
આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી. વડોદરાના ત્રિમંદિર વરણામા ખાતે IOCL રિફાઈનરી તરફથી અપાયેલી 10 એમ્બ્યુલન્સને લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
AMTSની બસો હવે BRTSના રૂટ પર દોડશે
અમદાવાદમાં એએમટીએસની બસો હવે બીઆરટીએસ કોરિડોરમાં દોડશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદનગર અને ગોધાવી આ પાંચ રૂટની 49 બસ બીઆરટીએસ રૂટમાં દોડશે.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
ડીસામાં ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. ભાઇના લગ્ન હોવાથી બજારમાં ખરીદી કરવા આવેલી મહિલા પર ખોદકામ દરમિયાન એક દીવાલ ધરાશાયી થઈ, જેમાં તે મોતને ભેટી, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો છે.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
ડોક્ટર્સની બેદરકારીથી 11 વર્ષની બાળકીના મોતનો આક્ષેપ
રાજકોટની મા શારદા હોસ્પિટલમાં 11 વર્ષની બાળકીનું મોત થયું. પિતાએ ડોક્ટર્સની બેદરકારીનો આક્ષેપ કરી ડોક્ટરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યા.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
કારચાલકે બે રાહદારીને 50 ફૂટ ઢસડ્યા
અમદાવાદના બોપલમાં કારચાલકે બે રાહદારી યુવકને અડફેટે લઈ 50 ફૂટ સુધી ઢસડ્યા, જેમાં બંનેને ઈજા પહોંચી હતી. હાલ બંનેની સ્થિતિ સામાન્ય છે. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો છે.
આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
.