The liveblog has ended.
24 Apr 2025 10:51 PM (IST)
રાણા 28 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, નીતિશ રાણા 28 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ
24 Apr 2025 10:23 PM (IST)
રિયાન પરાગ 22 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, રિયાન પરાગ 22 રન બનાવી થયો આઉટ રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, રિયાન પરાગ 22 રન બનાવી થયો આઉટ
24 Apr 2025 10:17 PM (IST)
RRનો સ્કોર 100 ને પાર
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, નીતિશ રાણા-રિયાન પરાગની મજબૂત બેટિંગ
24 Apr 2025 10:02 PM (IST)
જયસ્વાલ 1 રન માટે ફિફ્ટી ચૂક્યો
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 49 રન બનાવી થયો આઉટ, યશસ્વી જયસ્વાલ માત્ર 1 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, હેઝલવૂડે લીધી વિકેટ
24 Apr 2025 09:53 PM (IST)
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, વૈભવ સૂર્યવંશી 16 રન બનાવી થયો આઉટ, ભુવનેશ્વર કુમનારે લીધી વિકેટ. વૈભવને કર્યો ક્લીન બોલ્ડ
24 Apr 2025 09:19 PM (IST)
RR ને જીતવા 206 નો ટાર્ગેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ, ટીમ ડેવિડ-જીતેશ શર્માએ અંતિમ ઓવરમાં કરી ફટકાબાજી. ટીમ ડેવિડ અંતિમ બોલ પર થયો આઉટ, આર્ચરે લીધી વિકેટ
24 Apr 2025 09:14 PM (IST)
પાટીદાર માત્ર 1 રન બનાવી આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચોથો ઝટકો, રજત પાટીદાર માત્ર એક રન બનાવી થયો આઉટ, સંદીપ શર્માએ લીધી બીજી વિકેટ
24 Apr 2025 08:56 PM (IST)
RCBને ત્રીજો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, દેવદત્ત પડિકલ ફિફ્ટી ફટકારી થયો આઉટ, સંદીપ શર્માએ લીધી વિકેટ
24 Apr 2025 08:47 PM (IST)
કોહલી 70 રન બનાવી આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, ખૂબ જ સારી બેટિંગ કરી રહેલ વિરાટ કોહલી 30 રન માટે સદી ચૂકી ગયો હતો અને 42 બોલમાં 70 રન ફટકારી આઉટ થયો હતો. જોફ્રા આર્ચરે બીજી સફળતા અપાવી. જોફ્રા આર્ચરે કોહલીને કર્યો આઉટ, નીતિશ રાણાએ પકડ્યો કેચ
24 Apr 2025 08:43 PM (IST)
પડિકલની આક્રમક ફિફ્ટી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 150 ને પાર, દેવદત્ત પડિકલની આક્રમક ફિફ્ટી, દેવદત્ત પડિકલે સિક્સર ફટકારી અર્ધ સદી પૂરી કરી
24 Apr 2025 08:27 PM (IST)
કોહલીની ફિફ્ટી, RCBનો સ્કોર 100ને પાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100 ને પાર પહોંચ્યો, વિરાટ કોહલીએ તેની ફિફ્ટી પૂરી કરી. સંદીપ શર્માની ઓવરમાં કોહલીએ દમદાર બાઉન્ડ્રી ફટકારી અને અર્ધ સદી પૂરી કરી.
24 Apr 2025 08:05 PM (IST)
RCB ને પહેલો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, ફિલ સોલ્ટ 26 રન બનાવી થયો આઉટ, હસરંગાએ લીધી વિકેટ
24 Apr 2025 07:54 PM (IST)
RCB નો સ્કોર 50 ને પાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 50 ને પાર, કોહલી-સોલ્ટની મજબૂત બેટિંગ
24 Apr 2025 07:28 PM (IST)
RCB પ્લેઈંગ 11
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલ.
24 Apr 2025 07:27 PM (IST)
RR પ્લેઈંગ 11
રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારૂકી, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે
24 Apr 2025 07:25 PM (IST)
રાજસ્થાનમાં એક ફેરફાર
ફરી એકવાર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે ટોસમાં હારનો સામનો કરવો પડ્યો. બેંગલુરુમાં RCB સતત ચોથી મેચમાં ટોસ હારી ગયું છે. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમમાં એક ફેરફાર થયો છે અને ફઝલહક ફારૂકીએ મહિષ તીકશાનાનું સ્થાન લીધું છે. બેંગલુરુ ટીમમાં કોઈ ફેરફાર નથી.
24 Apr 2025 07:22 PM (IST)
રાજસ્થાને જીત્યો ટોસ, બેંગલુરુ પહેલા કરશે બેટિંગ
બેંગ્લોર ફરી ઘરઆંગણે ટોસ હારી ગયું, રાજસ્થાન પહેલા બોલિંગ કરશે
24 Apr 2025 06:56 PM (IST)
પહેલગામ આતંકી હુમલાને લઈને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ, 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું
પહેલગામ આતંકી હુમલા અંગે સંસદ ભવન લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાયેલ સર્વપક્ષીય બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
24 Apr 2025 06:37 PM (IST)
કઈંક અકલ્પનિય થવાની ગણતરી, અમિત શાહ – એસ જયશંકર મળ્યા રાષ્ટ્રપતિને
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ બેઠક યોજાઈ હતી. જે સૂચક માનવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના મધુબની ખાતેથી જે રીતે અકલ્પનીય થવાની વાત કરી હતી તેને આ મુલાકાત પૃષ્ટી આપે છે. ભારતે વાઘા-અટારી બોર્ડર પર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાર્ક વિઝા મુક્તિ યોજના પણ રદ કરવામાં આવી છે.
24 Apr 2025 05:57 PM (IST)
પહેલગામ આતંકી હુમલા કેસમાં NIAના અમૃતસરમાં દરોડા
પહેલગામ હુમલા બાદ NIAએ અમૃતસરમાં દરોડા પાડ્યા છે. NIAએ અમૃતસર સ્થિત 5 હોટલ પર કાર્યવાહી કરી છે. આ હોટલોને પાકિસ્તાન સાથે સંબંધ હોવાના અહેવાલ તપાસમાં સામે આવ્યા છે. જેના પગલે એનઆઈએ પાડેલા દરોડામાં કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.
24 Apr 2025 04:19 PM (IST)
પીએમ મોદીની ચેતવણી બાદ પાકિસ્તાન ગભરાયુ, NSC બેઠક યોજી કહ્યું- ભારતને આપીશું જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહારના મધુબનીથી પાકિસ્તાનને આપેલી ચેતવણી બાદ, ગભરાઈ ઉઠેલા પાકિસ્તાને તાત્કાલિક એનએસસીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભારત દ્વારા લેવાનારા સંભવિત મોટા એકશનને લઈને પાકિસ્તાને આગોતરા નિર્યણ લીધા છે. પાકિસ્તાની સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પાક એનએસએએ કહ્યું છે કે પાકિસ્તાન ભારતને જવાબ આપવા માટે તૈયાર છે.
24 Apr 2025 04:14 PM (IST)
પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા 27 એપ્રિલથી રદ થશે: MEA
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. ભારત સરકારે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો આદેશ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 28 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નિર્દોષ પ્રવાસીઓ હતા જેમાં કેટલાક વિદેશીઓ પણ હતા.
24 Apr 2025 03:54 PM (IST)
રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો નોંધાયો ગુનો, આવક કરતા મિલકત વધુ
રાણીપ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો છે. પોલીસકર્મી વિરુદ્ધ જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ વિજય માલી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આવક કરતા 31 લાખનો વધુ ખર્ચ મળી આવતાં ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલની આવક કરતા 26 ટકા વધુ સંપતિ મળી આવી છે. પોલીસકર્મીએ 1.2 કરોડની આવક સામે 1.34 કરોડનો ખર્ચ કર્યો છે. પોલીસકર્મીએ વિવિધ સ્થળોએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય માલી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. પોલીસે વિજય માલીના ઘર અને નોકરીના સ્થળે તપાસ કરી.
24 Apr 2025 01:51 PM (IST)
ભાવનગર: મૃતકોના ઘરે પહોંચી મોરારીબાપુએ પાઠવી સાંત્વના
ભાવનગર: મૃતકોના ઘરે પહોંચી મોરારીબાપુએ સાંત્વના પાઠવી. રામધૂન બોલાવી મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી. આ ઘટનામાં યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ. મોરારિ બાપુએ પાંચ દિવસની કથાને અલ્પવિરામ આપ્યો છે. તક મળે બાકીની 4 દિવસની કથા પૂર્ણ કરીશ તેવુ મોરારિ બાપુએ જણાવ્યું.
24 Apr 2025 01:49 PM (IST)
જામનગર સુન્ની મુસ્લિમ જમાતે પણ નોંધાવ્યો વિરોધ
જામનગર: પહલગામમા થયેલ હુમલો બાબતે દેશભર રોષ જોવા મળી રહ્યો છે. જામનગર સુન્ની મુસ્લિમ જમાતે પણ વિરોધ નોંધાવ્યો છે. સુન્ની મુસ્લિમ અગ્રણીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો.
24 Apr 2025 01:13 PM (IST)
PM મોદીની ગર્જના, દેશની આત્મા પર હુમલો, આતંકીઓને નહીં છોડવામાં આવે
બિહારના મધુબનીમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગર્જના કરી છે. તેમણે પહેલગામ હુમલાને દેશની આત્મા પર થયેલો હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. આતંકીઓને શોધી શોધીને મારવામાં આવશે. આતંકના આકાઓની કમર તોડવામાં આવશે.
24 Apr 2025 12:51 PM (IST)
રાજકોટઃ આતંકી હુમલા બાદ દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો
રાજકોટઃ આતંકી હુમલા બાદ દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની દરિયાઇ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે. દ્વારકા જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઇ. મોરબી,જામનગર અને દ્વારકાની દરિયાઇ સીમા પર સુરક્ષા વધારાઈ છે. નિર્જન ટાપુઓમાં પણ ડ્રોન દ્વારા તપાસ હાથ ધરાઈ છે. દ્વારકાની દરિયાઈ સીમાંથી પાકિસ્તાન નજીક હોવાથી સઘન સુરક્ષા ગોઠવાઈ છે.
24 Apr 2025 12:50 PM (IST)
પહલગામ આતંકી હુમલા બાદ લોકોમાં આક્રોશ
પહલગામ આતંકી હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકીઓ સામે કડક હાથે કાર્યવાહીની માગ થઇ રહી છે. આતંકીઓ હુમલા રોકવા નાગરિકોની માગણી છે. આતંકીઓને તેની ભાષામાં જ જવાબ આપવા માગણી છે.
24 Apr 2025 10:16 AM (IST)
શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટની ટિકિટના ભાવ વધ્યા
પહલગામ આતંકી હુમલા બાદ ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવ વધ્યા છે. ટિકિટના ભાવ ₹ 15 હજાર પર પહોંચ્યા. અગાઉ ₹ 2-3 હજારમાં ટિકિટ મળતી હતી. અનેક સહેલાણીઓ દ્વારા વતન જવા પ્રયાસ છે. હવાઇ મુસાફરીના ભાવના ધરખમ વધારો થયો છે.
24 Apr 2025 10:02 AM (IST)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. રાજ્યના તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. સોમનાથમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી થશે. QRT (ક્વિક રીસ્પોન્સ ટીમ)ની સંખ્યા વધારાઇ. અંબાજીમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ. ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી તપાસ કરવામાં આવી રહી છે. દ્વારકામાં પણ તંત્રએ સુરક્ષામાં વધારો કર્યો. બોમ્બ સ્કવોડે મંદિરના વિવિધ પરિસરમાં તપાસ કરી.
24 Apr 2025 07:32 AM (IST)
અમદાવાદઃ એરપોર્ટ પરથી પકડાયું 65 લાખનું સોનું
અમદાવાદઃ એરપોર્ટ પરથી 65 લાખનું સોનું પકડાયું છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી 815 ગ્રામ સોનું જપ્ત કરવામં આવ્યુ છે. લગેજ બેગમાં રોડિયમ સાથે સોનું લાવવામાં આવ્યું હતુ.કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી ગોલ્ડ રિંગ પણ જપ્ત કરી.
24 Apr 2025 07:31 AM (IST)
શૈલેષ કાલથીયાનો પાર્થિવ દેહ સુરત એરપોર્ટ પહોંચ્યો, નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સુરત શહેરના વરાછા વિસ્તારના રહેવાસી શૈલેષ કાલથિયાના પાર્થિવ શરીરને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પટેલ, ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી, પ્રફુલ પાનશેરિયા, મુકેશ પટેલ અને અન્ય ધારાસભ્યો અને અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. શૈલેષ કાલથિયાના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.
The body of Shailesh Kalthia (native village: Dhrufaniya, Tehsil Lathi, District Amreli), a native of Varachha area of Surat city, who lost his life in the cowardly terrorist attack in #Pahalgam, Kashmir, was brought to Surat Airport by a special Air India plane. Union Water… pic.twitter.com/31zUpOmzc0
— Tv9 Gujarati (@tv9gujarati) April 24, 2025